જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા ધોરણ ૧૦..૧૨ ની પરીક્ષાઓ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું..
આ સેમિનારમાં બોર્ડની પરીક્ષા અંતર્ગત વિધાર્થીઓ ને પેપર કઈ રીતે ભરવું, કઈ કઈ કાળજી રાખવી વગેરે બાબતે સમજણ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી નિયુક્ત રિઝવાન સાહેબ કોતલ દ્વારા આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ ને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ તકે એમ એમ ઇ ડબ્લ્યુ હાઈસ્કૂલ ના આચાર્ય હારુન સાહેબ જેઠવા દ્વારા પણ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતું..
આ કાર્યક્રમમાં એમ એમ ઇ ડબલ્યુ હાઈસ્કુલ ના આચાર્ય હારુન સાહેબ જેઠવા, શિક્ષક અયાઝ સાહેબ શાહમદાર, ફારૂક સાહેબ બાંગરા, ઘાંચી સ્વંય સેવક સંઘ ના પ્રમુખ આમદભાઈ પડાયા, હસન સાહેબ ભેદા હાજરી આપી હતી.
આ સેમિનારમાં ૨૦૦ જેટલા વિધાર્થી ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો જેમાં વિધાર્થીઓ ને કીટ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા એકતા ફાઉન્ડેશન ગ્રુપ ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


