માંગરોળ તાલુકાના લોએજ ગામના રાણીબેન અરજનભાઈ સોલંકી (ઉ.વર્ષ.૭૫), કે જે પુંજાભાઈ અરજનભાઈ સોલંકી(Ex.Army)ના માતૃશ્રી નું તા.૧૨-૦૮-૨૦૨૨ ને શુક્રવાર,ના રોજ દુઃખદ અવસાન થયેલ
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી લોએજ ગામના સામાજીક અગ્રણી શ્રી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણીયા ને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આ ચક્ષુનો સ્વિકાર કરી મુનિ સંત બાલાજી આઈ બેંક,C/O ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં હતા
સોલંકી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને રાણીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.


