માંગરોળ તાલુકાના હુસેનાબાદ સારણ વાડી વિસ્તારમાં એક 50 વર્ષિય આધેડ અયુબઇબ્રાહીમભાઇ જળા પોતાની વાડીમાં પાણીવાળી રહ્યા હતા તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા છે.
તાલુકામાં છેલ્લા ઘણા સમયથી જંગલી જાનવરો નો ત્રાસ વધી રહ્યો છે.
આજરોજ આ ખેડૂત પોતાના વાડી વિસ્તારમાં પાણી વાળી બ
રહ્યા હતા તે દરમિયાન દીપડાએ તેમની ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા.
આસપાસના લોકો દ્વારા 108ને જાણ કરતાં પાયલોટ હુસેન મથથા અને ઈએમટી ઈંદ્રિશ અમરેલીયા એ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં પહોચાડયા હતા જ્યાંથી તેમને જૂનાગઢ રીફર કરાયા હતા..
આસપાસ ના લોકો દ્વારા દીપડાને તત્કાલિક પાંજરે પુરવા માંગણી કરી છે.
ઘટનાની જાણ થતા તાલુકા પંચાયત સદસ્ય આમદ બતક, મરીઝ કમીટી પ્રમુખ હાજી ઇબ્રાહિમ સ્લેઅલા સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ