Gujarat

માંગરોળ દરબારગઢ સામે સૈયદવાડાના નાકા પાસે પીડબલ્યુડી હસ્તકની રાજાશાહી ની ધોડા બાંધવાના ઉપયોગમાં લેવાતી

માંગરોળ દરબારગઢ સામે સૈયદવાડાના નાકા પાસે પીડબલ્યુડી હસ્તકની રાજાશાહી ની ધોડા બાંધવાના ઉપયોગમાં લેવાતી ધોડાર નામે ઓળખાતી જગ્યામાંથી તા.૧૮/૧૨/૨૨ના રોજ બપોરના ત્રણેક વાગ્યાથી સાંજના સાડા પાંચ સુધીના સમયગાળામાં નગર સેવા સદન માંગરોળ નગરપાલિકા કર્મચારીઓ, ડ્રાઈવર સહિતનાઓએ નગર સેવા સદનના બે ટ્રેક્ટરો માં આ સરકારી બિલ્ડીંગ માંથી ઈમારતી સાગી લાકડાં, બારી દરવાજા, તથા બિલ્ડીંગ સ્ટોન પથ્થરો ની ચોરી કરી આ માલ ટ્રેક્ટરો માં ભરી આઠેક ફેરા કરી હેરાફેરી કરી ચોરી કર્યાની ઔવેસીની મીમ પાર્ટીના માંગરોળ શહેર પ્રમુખ યુસુફ ચાંદે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ ના અગ્ર સચિવો, મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નર ભાવનગર, કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) જૂનાગઢ, ચિફ ઓફીસર માંગરોળ સહિતનાઓને પત્ર પાઠવી ફરીયાદ કરી છે
  આ બનાવ બાબતે ફરીયાદીએ બનાવના દિવસે જ સ્થળ ઉપરથી જ પીડબલ્યુડી ના અધિકારીઓને મોબાઈલ ફોન થી મૌખિક ફરીયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં છેલ્લા છ માસથી રજાના દિવસોમાં આ લોકો આ રીતે ઈમારતી માલની હેરાફેરી કરતા હોય અંતે લેખીત ફરીયાદ આપી હતી,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *