Gujarat

માંગરોળ નગર સેવા સદન ની સામાન્ય બજેટ  સભા યોજાઇ,,

માંગરોળ,
૩૯.૧૩કરોડનુ  ૨.૧૧ કરોડનું પુરાંત વાડુ બજેટ ૧૨ કરોડના વિકાસના કામોનું સર્વ સંમતિથી મંજુર કરાયું, ચીફ ઓફિસર અને પાલીકા બોડી નુ વિવાદ ની અસર સભાખંડમાં જોવા મળી,  મોટા ભાગના ઠરાવો પર ચીફ ઓફિસરે મૌન ધારણ કર્યું, શાક માર્કેટ અને જુના બસ સ્ટેન્ડ પાસે કોમ્યુનિટી હોલ અગાઉ ના મંજુર થયેલ રસ્તાના  કામો રદ કરાયા,,  શહેરમાં નવી લાઈટ ખરીદી અગ્નિ દેહ માટે ના સ્મશાન ના ખાટલા, સ્મશાન ના પતરા સ્મશાન મા પાણી વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા, કબ્રસ્તાન ના ટાંકો બનાવવા વ્યવસાય વેરામાં વ્યાજ લેવા  સહીત વિવિઘ પ્રશ્નો મુદ્દા પર ભારે ચર્ચાએ જોર પકડયું હતું, સભ્યો દ્રારા  નવા કામો ના થતા હોવાની ઉગ્ર રજુઆત કરાય, લાઈટ ખરીદીમાં  ચીફ ઓફિસર હાનીકાની  કરતા હોવાનું  આક્ષેપ કરાયો,જોકે ચીફે  લાઇટોના લોકેશન  આપવા કર્મચારીઓ ને લેખીત જણાવ્યું , વિવિઘ વાર્ષિક ઈજારાઓ આપવા ઠરાવ કરાયા હતા, પાલિકા પ્રમુખ મો. હુશેન ઝાલા આગામી દિવસોમાં  વિકાસના કામો ઝડપી થશે તેવી ખાતરી આપી, પેસકદમી જેવા ગંભીર મુદ્દે કોઈ પણ સભ્યો દ્વારા કોઈ ચર્ચા કરવામાં આવી ના હતી, સમગ્ર સભા નું સંચાલન પાલિકા સિનિયર સભ્ય ઈબ્રાહિમ ભાઈ ભાભાએ કર્યુ હતું, આ પ્રસંગે મોટાભાગના પાલીકા સભ્યો હાજર રહ્યા હતા, મહત્વપુર્ણ છે કે માંગરોળ પાલિકામાં ભાજપ કોંગ્રેસ ની ભાગીદારી વાડી સત્તા છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220325-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *