માંગરોળ તાલુકાના ચંદવાણાં ગામે અપહરણ કરી માર માર્યા નો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચંદવાણાં ગામે રહેતા ભોજા ગોવિંદ પરમાર અને દિનેશ ગોવિંદ પરમાર પોતાની વાડિયે મકાનમાં સુઈ રહયા હતા ત્યારે રાત્રીના સમયે અચાનક બે ગાડીઓ આવી તેમને ઉઠાવી જઈ અંતરીયાળ જગ્યાએ લઈ જઈ ઢોર માર માર્યો છે.
પરિવાર દ્વારા જણાવેલ વિગતો મુજબ બો કારમાં ૮ લોકો આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડી બંને લોકોને ગાડીમાં બેઠાડી લઈ અંતરિયાળ જગ્યાએ જઈ ઢોર માર માર્યો હતો અને કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા તેમજ હાથ પગ સહિત માથાના ભાગે ઢોર માર મારવામાં આવ્યો અને મારી નાખવાનું પ્રયત્ન કર્યો હતો .ત્યારબાદ નામ વગેરે પૂછપરછ કરી અંતરીયાળ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હતા.
પરિવાર દ્વારા તાત્કાલિક રાત્રીના શીલ પોલીસ સ્ટેશન માં જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે તપાસ કરી હતી.
હાલમાં બંને ઇજાગ્રસ્ત વૃદ્ધાઓને માંગરોળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


