દિવાસાગામ ની રક્તદાન શિબિર માટેની અદ્વિતીય સેવા
દિવાસા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ તથા ગ્રામજનો ના આગેવાનોના માર્ગદર્શન સાથે રક્તદાન શિબિર શરુ કરવામાં આવેલ
આ રક્તદાન શિબિરમાં નવયુવાનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં બહેનો એ પણ રક્તદાન કરેલ છે આ શિબિર માટે રક્તદાન એકત્ર કરવા માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ તથા GMERS મેડિકલ કોલેજ દ્વારા સેવા આપવામાં આવેલ
આ રક્તદાન શિબિર નું રક્તદાન સૌથી વધુ રક્ત જરૂરિયાત વાળા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે,
રક્તદાન શિબિર માં કુલ..૮૧ રક્તદાતાઓ એ રક્ત આપેલ અને શિબિર ને સફળ બનાવેલ હતી,
આ રક્તદાન શિબિર માટે પોતાનું રક્તદાન કરનાર રક્તદાતા તથા આ શિબિર માટે જેઓનું માર્ગદર્શન મળેલ છે તેઓનું તથા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ આ તમામ નું દિવાસા ગામ પરિવાર આભાર વ્યક્ત કરે છે
ગામના યુવાનો દ્વારા તથા આગેવાનો દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલો કે હવે દર વર્ષે રક્તદાન શિબિર આયોજન કરવાનો સફળ પ્રયત્ન કરવામાં આવશે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

