Gujarat

માંગરોળ ના માત્રી વિસ્તારમાં તૈબા સોસાયટી પાસે  ખેડુત ના કુવામા કોઇ લાશ તરતી હોવાની સ્થાનિક લોકો ને જાણ થતાં આગેવાનો અને પોલીસ ને જાણ કરતા પાલિકાની રેકશ્યુ ટીમ સાથે સેવાભાવી યુવકોએ લાશને કુવામાંથી બહાર કાઢી

માંગરોળ,
માંગરોળ ના માત્રી વિસ્તારમાં તૈબા સોસાયટી પાસે  ખેડુત ના કુવામા કોઇ લાશ તરતી હોવાની સ્થાનિક લોકો ને જાણ થતાં આગેવાનો અને પોલીસ ને જાણ કરતા પાલિકાની રેકશ્યુ ટીમ સાથે સેવાભાવી યુવકોએ લાશને કુવામાંથી બહાર કાઢી સીવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવેલ  આ લાશ કોહવાએલ હાલત મા હોવાથી  ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે આ લાશ  માંગરોળ ના આઠ દિવસ પહેલા ગુમ થયેલ મુસ્લીમ યુવક ની હોવાની ઓળખ થવા પામી છે માંગરોલ ના એક મુસ્લિમ યુવક સલાઉદીન હનીફ વાણોત ની હોવાની ઓળખ થવા પામી છે આ યુવક આઠ દિવસ પહેલા ગુમ થયો હતો  અને તેની રિક્ષા અને મોબાઈલ ટોડાણી વિસ્તાર માથી મળી આવ્યો હતો પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે બનાવ હત્યાં કે આત્મહત્યા નો છે તે પી એમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220610-WA0160.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *