Gujarat

માંગરોળ ના રાજવી પરીવાર ના સભ્ય અને હોનહાર ક્રીકેટર કલીમ શેખ જન્નતનસીન થયા

માંગરોળ ના  રાજવી પરીવાર ના  સભ્ય અને હોનાહાર  ક્રીકેટર કલીમ શેખ    (બાપુસાહબ)  નું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે, માંગરોળ ટાવર ગ્રાઉન્ડ ખાતે ક્રીકેટ રમતી વખતે કલીમ શેખને  એટેક આવતા સાથે રમતા ખેલાડીઓ પ્રથમ માંગરોળ સરકારી હોસ્પીટલ અને વઘુ સારવાર માટે શિફા હોસ્પીટલ ખસેડયા હતા ફરજ પરના ડોક્ટરે મુર્ત જાહેર કરતા રાજવી પરીવાર  સહીત માંગરોળ ના ક્રીકેટરસીકો માં ગમગીની વ્યાપી ગય છે,
કલીમ શેખ ના જનાજામાં હિન્દુ મુસ્લીમ મોટી સંખ્યામાં જોડાયા
  કલીમ શેખે માંગરોળ સહીત સોરાષ્ટ્રમા ક્રીકેટમા ખ્યાતી મેળવી હતી, દરોરોજ રાણીબાગ ખાતે હિન્દુ મુસ્લિમ બાળકોને ક્રીકેટની  તાલીમ પણ આપતા હતા, મર્હુમ કલીમ શેખ સારા ક્રીકેટર સહીત ઉમદા વ્યક્તિ હતા, માંગરોળે વઘુ એક સારા વ્યક્તિ ને ગુમાવ્યા છે,  કલીમ શેખ માંગરોળ રાજવી પરીવાર ના પ્રિન્સ સલીમીયા ના પુત્ર અને શહીદ મેજર મમદઅલી અને સૌરાષ્ટ્ર રણજીત ટ્રોફી ના પુર્વ કેપ્ટન ઝાહિદભાઈ શેખ ના ભત્રીજા થાય છે, માંગરોળ ના હીન્દુ મુસ્લીમ સમાજે એક સારા સજ્જન અને ઉમદા વ્યક્તિ ગુમાવતા સૌ કોઈ તેમના જનાઝા માં જોડાયા હતા, તેમના જનાઝા માં મુસ્લીમ આગેવાનો સહીત હીન્દુ સમાજના કાન્તીભાઈ ચાવડા,ડો, મકવાણા, ડો આશીષ ઠાકર, કમલેશ ગરચર સાહેબ, પુર્વ પાલિકા પ્રમુખ કેશુભાઇ કોડીયાતર, સુનિલ એકતા વાડા, ભાવેશ ખેર , વીકી ખેર,સહીત ક્રીકેટરો અને હિન્દુ મુસ્લીમ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220102-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *