એસ.ડબલ્યુ.,એમ.એસ.ડબલ્યુ.,એમ.કોમ.,એમ.એ.કોલેજ લોએજ અને દિવરાણા-ધાર તા.માંગરોળ જિ.જૂનાગઢના ૧૨૦૦/-યુવા મતદારો કે જે અત્યારે સેમેસ્ટર-3 ની એક્ઝામ આપી રહ્યા છે અને જેમનું હજી ૧૯ મું વષૅ રનીંગ છે અને જેવો પોતાના જીવનમાં સૌ પ્રથમવાર મતદાન કરવાના છે કારણ કે તમામ યુવામતદારોને હજુ હમણાંજ નવી મતદાર યાદી જે પ્રસિધ્ધ થયેલી છે તેમાં નામ નોંધાયેલા છે અને તેઓને મતાધિકાર કાયદા મુજબ પ્રાપ્ત થયો છે તેવા યુવામતદારોને ૧૦૦ ટકા મતદાન કરવા અને પરિવારના તમામ સભ્યોને પણ ૧૦૦ ટકા મતદાન કરવા દેશના હીતમાં,યુવાનોના હીતમાં કામ કરતા પક્ષમાં મતદાન કરવાના અને પ્રશાસનને સંપુણૅ સહકાર આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.અને એક્ઝામ ખુબ સારા માકૅસથી તમામ યુવાનો અને યુવતિઓ પાસ થાવ તેવી સૌને શુભેચ્છા પાઠવવામાં આવી હતી,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ