Gujarat

માંગરોળ ના શીલ ગામે રામદેવપીર ગૌશાળામાં ૧૯૬૨ ટિમ દ્વારા ગાયને હોર્ન કેન્સર અને નંદીને ફેક્ચરની સારવાર કરવામાં આવી,

શીલમા રામદેવપીર ગૌશાળા માં ૧૯૬૨ ટીમ દ્વારા ગાય ને હોનૅ કેન્સર અને નંદીને ફેક્ચરની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી.
જેમ કે ૧૦૮ મનુષ્ય માટે જીવાદોરી બનેલ તેમજ ૧૯૬૨ અબોલ લાચાર પશુઓ માટે જીવા દોરી બનેલ જે ગુજરાત  રાજ્યમાં ૧૯૬૨ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનુ જે રોજના રોજ દિન પ્રતિદિન  પશુઓ પક્ષીઓ પ્રાણીઓ ને પીડા મુક્ત કરી નવજીવન આપતી આ જુંબેશ માં નિશુલ્ક સારવાર આપી રહી છે.
શીલ મુકામે શ્રી રામદેવપીર ગૌશાળા માં એક ગાય  હોર્ન કેન્સર થી પીડીત હોય તેમને ઓપરેશન કરી પીડા મુક્ત કરેલ અને એક નંદી જેમનો પગ (ફેક્ચર ) તૂટી ગયેલ હોય તેમને પણ સ્થળ ઉપર સારવાર આપી પીડા મુક્ત કરેલ ટીમના ડોક્ટર મુલાયમસીંગ પટેલ ,ડોક્ટર રવિ મોરી, પાયલોટ ક્રમ ડેસર, લવ ચાવડા , હિતેશ ચાવડા મળીને સારવાર આપેલ તે બદલ શ્રી રામદેવપીર ગૌશાળા ના પ્રમુખ શ્રી અને તેમના સભ્યો ૧૯૬૨  ટીમનો આભાર માન્યો હતો .
આ તકે જૂનાગઢ જિલ્લાના ૧૯૬૨ ના અધિકારી શ્રી મિલન જાની, પ્રોગ્રામ મેનેજર તાલીબ હુસેન દ્વારા પણ આ કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220702-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *