માંગરોળ.
માંગરોળમાં આગામી તા.૧૭ એપ્રિલ, રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી માંગરોળ પત્રકાર સંઘ તથા પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે મુરલીધર વાડી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેશોદની આવકાર હોસ્પિટલના ડો.ભીમ ઈંગળગેરી (બાળરોગ નિષ્ણાંત) ડો.જેમીન કલોલા (જનરલ અને યુરોસર્જન, પેટને લગતા રોગોના નિષ્ણાંત), ડો.ફેનિલ પટેલ (હાડકાના રોગોના નિષ્ણાંત), ડો.શ્યામ પાનસેરીયા (ચામડીના રોગોના નિષ્ણાંત ), ડો. રવિ કુમાર (કાન-નાક-ગળાના રોગોના નિષ્ણાંત) તથા માંગરોળના આશિર્વાદ હોસ્પિટલના ડો.રવિ ધોળીયા (એમબીબીએસ) સહિતના નામાંકિત ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પમાં દર્દીઓને રોગનું નિદાન તથા દવા વિના મુલ્યે આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોએ તા.૧૫ સુધીમાં નામ નોંધાવી આપવા પત્રકાર સંધ ના પ્રમુખ જીતુભાઈ પરમારની એક અખબારી યાદીમાં જણાંવાયુ છે.
જીતુભાઇ પરમાર મો, કોન્ટેક્ટ નં. ૯૯૦૪૦૯૨૫૯૭
વિનુભાઇ મેસવાણિયા (લીમડાચોક) ૯૮૨૪૮ ૭૬૬૪૨
નિતીનભાઈ પરમાર ૯૮૨૪૮ ૧૪૨૫૫
વિવેકભાઈ મહેર ૭૩૮૩૫ ૬૭૬૬૭
નીલુભઇ રાજપરા ૯૮૨૪૪ ૦૫૭૫૬
કાસીબભાઈ સમા ૯૦૩૩૩ ૦૩૩૨૦
યુસુફભાઈ ચુડલી ૯૮૨૪૮ ૨૩૦૨૬
યુનુસભાઈ બક્ષા ૯૮૨૪૫ ૮૪૪૦૬
