Gujarat

માંગરોળ,,, માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા ત્રણ જુલાઈ ના રોજ યોજાશે રક્તદાન કેમ્પ, લોકોને લાભ લેવા અપીલ,,, 

 માંગરોળની જાણીતી સેવાભાવી સંસ્થા દ્વારા એકતા ફાઉન્ડેશન દ્વારા 3 જુલાઈ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને બીમાર દર્દીઓ માટે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ની ખૂબ જ જરૂરિયાત રહે છે જેને કારણે આવનારી ઈદ ઉલ અઝહાની ઉજવણી ના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એકતા ફાઉન્ડેશન દ્વારા 3 જુલાઈ રવિવારના રોજ સવારે 10 કલાકે ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે વેરાવળ રોડ પર કરવામાં આવ્યું છે.
આ કેમ્પના મોટી સંખ્યામાં લોકોએ લાભ લેવા એકતા ફાઉન્ડેશન આરોગ્ય સમિતિ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *