ગુજરાત વિધાનસભા ૨૦૨૨ પ્રથમ તબક્કા ની ચુટણી ની આજરોજ ૮૯ માંગરોળ માળીયાહાટીના વિધાનસભામાં સવારથીજ લોકો ઉત્સાહ સાથે વોટ આપવા પહોંચ્યા
જયારે વાત કરવામા આવે તો ૮૯ વિધાનસભાના વહેલી સવારે ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠીયા સાથે શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહીત આગેવાનો સાથે મતદાન કર્યુ હતુ
તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે મતદાન પોતાના વતન એવા માળીયા હાટીના ના ગડોદર ગામે પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું તેમજ મીમ પાર્ટી ના ઉમેદવાર સુલેમાનભાઈ પટેલે પણ માંગરોળ ખાતે પોતાના મત વિસ્તાર લીમડા પે શાળા ખાતે મતદાન કર્યું હતુ અને પોતાની જીતની દાવેદારી કરી હતી
*બાઈટ: ભાજપ ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠીયા*
*બાઈટ: સુલેમાન પટેલ ઉમેદવાર મીમ પાર્ટી*
ખાસતો લોકશાહી નો પર્વ ની ઉજવણી કરવા પોતાનુ મત અધિકાર પુર્ણ કરવા વહેલી સવાર થી મતદાન બુથ પર લાંબી લાઈનો જોવા મળી તેમજ કોંગ્રેસ ભાજપ સહિત ના પક્ષના ઉમેદવારો અને આગેવાનો પણ કરવા પહોંચ્યા હતા ત્યારે બપોરના સમયે એક વરરાજા પોતાના લગ્ન ની પીઠી વીધી પૂર્ણ કરી પોતાના પરિવાર સાથે મતદાન કરેલ તેમજ માંગરોળ ની જોષી પરિવાર ની દિકરીએ પોતાના લગ્ન ના દિવસે મતદાન કરી લોકો ને પણ પોતાનુ કર્તવ્ય નિભાવી મતદાન કરવા અપીલ કરાઈ
*બાઈટ.સોનાલીબેન જોષી માંગરોળ*
માંગરોળ માળીયા 89 વિધાનસભા મા ૨૩૦ બુથ જેમા ૭૩ જેટલા સંવેદનશીલ બુથ છે ત્યારે માંગરોળ ખાતે મતદાન કેન્દ્રો પર રેન્જ આઈ જી મયંકસીહ ચાવડાએ પોલીસ કાફલા સાથે ખાસ વિઝીટ કરી હતી જયારે વાત કરવામાં આવેતો આજે માંગરોળ ખાતે વહેલી સવારથીજ શાંતિ પૂર્ણ મતદાન કરવાની શરૂવાત કરાઈ હતી ત્યારે દિવસ દરમિયાન તમામ બુથોપર પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ મહોલમા મતદાન પુર્ણ થયુ..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


