માંગરોળ મા આપ પાર્ટીનો કેજરીવાલ નો રોડ સો યોજાયો ચૂંટણી ના માહોલ સરુ ટાવરચોક થી શરૂ થઈ લીમડાચોક ખાતે પુર્ણ થયેલ આ રોડ શો મા માંગરોળ આપ પાર્ટી ના ઉમેદવાર પિયુષભાઈ પરમાર, વેરાવળ આપ પાર્ટી ના ઉમેદવાર જગમાલ ભાઇ વાળા મહાવીર સિંહ બાપુ સહિતના આપ પાર્ટી ના હોદ્દેદારો કાર્યકરો વિગેરે લોકો જોડાય ને વિશાળ રોડ શો યોજાયો હતો લીમડાચોક મા કેજરીવાલે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો ગુજરાત ની પ્રજા ને અસંખ્ય લાભ આપવાનુ જણાવ્યું હતું,,એકવાર ગુજરાત ની પ્રજા મોકો આપે તો ગુજરાત ને દિલ્હી જેવી આધુનિક સરકારી શાળાઓ, આધુનિક હોસ્પિટલો મા ૧૦ રૂપિયા થી ૧૦ લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે, માછીમારો ને ડીઝલમા પચીસ % સબસિડી આપવામાં આવશે, ૩૦૦ યુનિટ સુઘી વિજ બીલો માફ કરવા વિગેરે અનેક જાહેરાતો કરવામાં આવી હતી ઉપસ્થિત લોકોએ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી હતી,,વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


