Gujarat

માંગરોળ રહીજ ગામે થી ફોરેસ્ટ વિભાગ દ્વારા રેતી  ચોરી કરતા રેતી ભરેલ ટ્રેક્ટર ને પકડી પાડ્યા,, 

જુનાગઢના જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેર કાયદેસર રેતીચોરી થતી હોવાની માહીતી મળતા જ  તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે  રેતી ચોરી કરતા ઈસમો ને માંગરોળ તાલુકાના રહીજ ગામેથી ગેરકાયદેસર દરીયાઇ રેતીનું ટ્રેક્ટર ભરેલ ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી પડાયું હતું
અગાઉ પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા દરિયા કિનારા ના આગળના ભાગમાં રેવન્યુ વિસ્તારમાં રેતી ના ઢગલા જોવા મળતા રેતી ચોરો પર વોચ રાખી હતી  જયારે રેતી ચોરી કરવા જતાં ખનિજ ચોરોને આજે પકડી પાડયા હતા,,
માંગરોળ તાલુકામાં દરીયાઈ રેતીચોરીની ઘટના અનેક વખત બની છે પરંતું આ રેતીચોરી રેવન્યુ વિસ્તારમાં થતી હોવાની આશંકા વ્યક્ત કરી છે ત્યારે અહીંનું રેવન્યુ વિભાગ કે ખાણ ખનીજ વિભાગ ભર નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ‌ લાગી રહ્યું છે જ્યારે માંગરોળ ફોરેસ્ટ અધિકારી વાળાસાહેબ તેમજ ચુનંદા સ્ટાફ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતાં ઇસમો ઉપર તવાઈ બોલાવી છે અને આજે રહીજ ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતાં રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું
શું રેવન્યુ વિભાગ અથવા ખાણ‌ ખનિજ વિભાગ આ બાબતે અજાણછે કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે જ્યારે હાલતો માંગરોળ વન વિભાગ દ્વારા આ બાબતેં ગુન્હેગારો ને તેમજ મુદ્દામાલ ઝડપી કાયદેસર આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી છે, રહીજ તેમજ આજુબાજુ ના દરીઆ કિનારે થી રેતી ચોરો વહેલી સવારના રેતી ભરી ટ્રેક્ટરોની હેરાફેરી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે,,
,,, રીપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ

20221225_192220.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *