પરંપરાગત રીતે ઉજવાતો વિજયની આકાંક્ષાને બળ આપતો ઉત્સવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનુ સ્થાપના દિવસ વિજ્યાદશમીની ઉજવણી ના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના માંગરોળ નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલન શસ્ત્ર પુજન સહીત ના કાર્યક્રમો યોજાયા હતા વિવેકાનંદ સ્કુલથી યોજાયેલ પથસંચલનમાં નગર અને તાલુકાના હોદ્દેદારો સહીત મોટી સંખ્યા મા સ્વયંસેવકો પરંપરાગત વેશમાં હાથમાં દંડ લઈ શહેર ના મુખ્ય વિસ્તારમા નિકળતા લોકો દ્વારા પણ પુષ્પોની વર્ષા કરી સ્વાગત કરાયુ હતુ. આ સંચલન શહેર ના મુખ્ય રસ્તાઓ પર પસાર કરી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કુલ ખાતે પુર્ણ કરાયા બાધ સ્કુલ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિસ્તાર કાર્યવાહ બાબુભાઈ વાજા દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામા આવ્યુ હતુ જેમા ખાસ કરીને નારી શક્તિ માતૃભાષાનો મહત્વ સાથે આવનારા ૨૦૨૫ મા શતાબ્દીદિવસ ની ઉજવણી વિષે સ્વયંસેવકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ. આ સાથે પ્રાત્યેક્ષીક કાર્યક્રમોમાં યોગ, દંડયોગ, પદવિન્યાસ, અમૃતવચન વ્યક્તિગત ગીત અને શસ્ત્રપુજન સહિતના કાર્યક્રમો યોજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંગરોળ નગર દ્વારા વિજ્યાદશમીની સવિશેષ ઉજવણી કરાઈ હતી.
રીપોર્ટર= વિનુભાઈ મેસવાણિયા માંગરોળ-


