Gujarat

માંગરોળ લાબરકુવા મેણેજ રોડ ખેડુતોએ જાતે બનાવવા ની શરુઆત કરી, અનેક રજુઆતો કરવા છતાં રોડ ના બનતા ખેડુતોએ  ચુંટાયેલા નેતાઓ સામે આક્ષેપ કર્યા

 માંગરોળ મેણેજ છ ગામોને જોડતો લાબરકુવા રોડ વર્ષો વિતી ગયા છત્તા મંજુર થયેલ રોડ બનાવવામાં ન આવતા ખેડુતો દ્રારા જાતે રોડ બનાવવાનું શરુ કરાયો, સ્થાનિકોનુ આક્ષેપ કે ચુંટણી ટાણે વચનો આપી ને ગયા બાદ રાજકિય નેતાઓ  રોડ મામલે કોઈ નક્કર પગલાં ભરતાં નથી, ખેડુતોને ઉડાવ જવાબ આપી રાજકીય નેતાઓ જવાબ પણ યોગ્ય  નાં આપતાનુ આક્ષેપ કરાયો,
  સરકાર દ્રારા આઝાદીના ૭૫  વર્ષની  ઉજવણી કરાય છે ત્યારે આઝાદી સમયથી માંગરોળ મેણેજ લાબરકુવા રોડ બનાવવામાં આવ્યો નથી, આ રોડ માંગરોળ ઓજી વિસ્તારમાં આવેલ હોય અને આ રોડ પરથી માંગરોળ કેશોદ વિધાનસભા ના મતદારો પણ મોટી સંખ્યામાં આવતા જતા હોય છે,ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ને પણ અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે , છેલ્લા કેટલાક વર્ષોથી આસપાસનાં ગામ લોકો ખેડુતોએ રજુઆત કરતા આ રોડ નુ  કામ મંજુર થયું હોવાનું રાજકીય લોકો કહી રહ્યા છે ત્યારે હજુ સુઘી આ રોડનું કામ શરુ કેમ કરવામાં આવ્યું નથી? શા માટે આ રોડના કામની જાહેરાત પણ આપવામાં આવી નથી,
 હાલ ચોમાસાની રુતુ હોય આસપાસનાં ગામોના લોકો અને ખેડુતોને અવર જવર કરવા મુશકેલી પડી રહી છે ત્યારે લોકો દ્રારા કંટાળી રાજકીય નેતાઓની રાહ જોયા વગર ચાલી સકાય તે માટે લોક ફાળો કરી જાતે કામ શરુ કર્યું છે,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

20220804_183546.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *