માંગરોળ,,,
માંગરોળ વણકર સમાજની સામાન્ય પરિવારની દીકરી ૧૨ સાયન્સ માં ગુજરાતમાં બીજા સ્થાને સમાજમાં ખુશીનો માહોલ છવાયો,,
ધોરણ ૧૨ સાયન્સમાં ગુજરાત ભરમાં બીજુ સ્થાન મેળવનાર માંગરોળ ની સામાન્ય પરિવાર ની દીકરી ઘરે આવતા સન્માન કરવામાં આવ્યું
વણકર સમાજના આગેવાનો દ્વારા પુરીબેન માકડીયાનું કરાયુ સન્માન
દિરીની ઇચ્છા MBBS થઇ ડોકટર બની સમાજની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ વણકર વાસમાં રહેતા હરેશભાઇ લાખાભાઈ ના પરિવારમા ત્રણ દીકરી અને એક દીકરો જેની પેલા નંબર દીકરી જેતપુર ખાતે સાયન્સમાં સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી માકડિયા પુરીબેન હરેશ ભાઈ એ સાયન્સમાં 99.98 પી આર મેળવી ગુજરાત માં બીજા રેન્ક મેળવતા પરિવાર માં ખુશી જોવા મળી હતી .
આ દીકરી સામાન્ય વણકર સમાજ પરિવાર માંથી આવે છે તેમજ તેમના પિતા હરેશ ભાઈ મજૂરી કરી પોતાના ઘર નું ગુજરાન ચલાવે છે.
*પુરીબેન મકડીયા માંગરોળ*
આ દીકરી જેતપુર ખાતે આવેલી સાયન્સ સ્કૂલ માં અભ્યાસ કરતી હતી જેમાં 99.98 પી આર મેળવતા સમગ્ર બોર્ડમાં બીજું સ્થાન મેળવ્યું હતું જેને લઈ આ દીકરી આજ રોજ ઘરે આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..
આ દીકરી ઘરે આવતા તેના માતા પિતા અને અનુસુચિત જાતિ સમાજના આગેવાનો તેમજ પટેલ દ્વારા દીકરી ને હાર પેરાવી મોઢા મીઠા કરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું..
.સામાન્ય પરિવાર ની દીકરી એ શ્રેષ્ઠ પરિણામ મેળવતા પરિવાર માં હર્ષ ના આંસુ સરી પડયા હતા.
આ દીકરી સાયન્સમાં પાસ થયાની જાણ થતાજ સમાજના આગેવાન વિનુભાઈ ગોહેલ ભગવાનજી માકડીયા રીટાયર પીએસઆઈ ગોહેલ સાહેબ સૂરજ માકડીયા દ્વારા દીકરી ના ઘરે પહોંચી તેનું સન્માન કરી પરિવારના મોહમીઠાં કરાવ્યા હતા,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


