અબીલ ગુલાલની છોળો ઉડાડતા તથા ઢોલ-શરણાઇ ની સુરાવલીઓ સાથે ભગવાન ગણપતિની શોભાયાત્રા નીકળી હતી. માંગરોળ બંદર ખાતે દરીયામાં ગણેશજી ની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું.
જુનાગઢના માંગરોળ શહેરમા ગણેશ મહોત્સવ લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તો મા જોવા મળ્યો. ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી જેમા સાત દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી શહેરમા પંદર જેટલા સાર્વજનિક ગણપતી દાદા ના પંડાલો મા થી તેમજ ઘરોમા સ્થાપન કરેલી દાદા ની નાની મોટી મુર્તીઓ ટેકટર ટ્રક કાર રીક્ષા જેવા વાહનો મા બિરાજમાન કરી લીમડાચોક મા એકત્રીત થયા બાધ બંદર જાપા થઈ બંદરે સુધી દાદા ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા મા નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા સહિત અન્ય આગેવાનો સહિત ગણેશ ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ ગણેશ વિસર્જનના રૂટ પર ગણેશ ભકતોઓ એ ગણપતિ બાપ્પા મોરિયા…. ના નાદથી વાતાવરણ ગુંજાઈ ઉઠવા સાથે ઢોલ – શરણાઈ ના સુર રેલાતા હતા તો ક્યાંક ડી.જે .ના તાલે ગણેશ ભકતો ઝૂમી રહ્યા હતા. સાત દિવસ ની પુજા આરાધના બાદ ગણેશજી ની વિદાય થઈ રહી હતી ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના ના નાંદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ અબીલ ગુલાલ ઉડતા ની સાથે જાણે ભક્તિ નો રંગ ઉડતો હોય તેવા મનમોહક દ્રશ્ય સર્જાયું હતુ. પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલ મા ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ થઇ હતી દરીયાદેવ માં ખારવા સમાજ દ્વારા વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,,
રિપોર્ટર…વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

