Gujarat

માંગરોળ શિફા હોસ્પિટલ ખાતે આંખના મોતીયાનો મફત નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો, 370 દર્દીઓ એ લાભ લીધો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શિફા હોસ્પિટલ ખાતે શિફા હોસ્પિટલ ટ્રસ્ટ અને ધ ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આંખના મોતિયા માટેનો મફત નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો હતો..
આ કેમ્પમા તાલુકા ભરમાંથી ૩૭૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમા ઓપરેશનની જરૂરિયાત જણાતા ૪૫ જેટલા દર્દીઓના સ્થળ પર જ નિષ્ણાંત ડોક્ટર ધવલ રાજપરા અને તેમની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા ડોક્ટર ધવલ રાજપરા તેમની ટિમ, શિફા હોસ્પિટલ ટ્રસ્ટના મૌલવી ઇકબાલ બેરા, મુસ્તાકભાઈ પટેલ,  મૌલાના અસલમ, હારુન પડાયા સહિત શિફા હોસ્પિટલના સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી..
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ.

Screenshot_20220213-180231_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *