Gujarat

માંગરોળ શ્રીરામ મંદિર ખાતે મહિલાઓ દ્વારા આંબા મનોરથ સાથે સત્સંગ નુ આયોજન કરાયુ….

 માંગરોળ ગાય ચોગાનમા આવેલુ લગભગ ૨૫૦ વર્ષ જુનુ અતિપૌરાણિક શ્રીરામ મંદિર ખાતે ગાયચોગાન વિસ્તાર મા રહેતી મહીલાઓ દ્વારા આંબા મનોરથ નો આયોજન કરવા મા આવ્યું. તમામ મહિલાઓ દ્વારા પોતાના ઘરે થી કેરી લઇ મંદિરમા કેરી થી શણગારવામાં આવેલ હતુ તેમજ આ બહેનો દ્વારા કેરી થી શ્રીરામ લખી રંગોળી ની જેમ કેરી અને ફુલોથી ડિઝાઇનો બનાવી સુંદર શણગારવામા આવ્યુ હતુ. આ સાથે શ્રીરણછોડરાય મહિલા મંડળ દ્વારા સત્સંગ કિર્તન નુ પણ સુંદર આયોજન કરેલ હતુ આ અવસરે બહોળી સંખ્યામાં બહેનોએ આંબા મનોરથ ના દર્શન સહીત સત્સંગ નુ લાભ લીધો હતો ગાય ચોગાન ખાતે આ પૌરાણિક શ્રીરામ મંદિર ના વહીવટદાર નિરુબેન અગ્રાવત તેમજ ચોગાન વિસ્તારની મહીલાઓ દ્વારા આંબા મનોરથ નુ આયોજન પ્રથમ વખત કરવા મા આવ્યું ત્યારે આ અવસરને ખુબજ શ્રદ્ધા અને ભક્તિભાવ થી ઉજવવા મા આવ્યો હતો આ અવસરનો ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો દર્શનનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો,,.
*રીપોર્ટર…વિનુભાઇ મેસવાણિયા માંગરોળ*

20220616_070952.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *