માંગરોલ શ્રી ગોપાલલાલ હવેલી દ્વારા ફાગણવદ 14 ને મંગલ પાટોત્સવ નો તિથી મનોરથ તેમજ ઠાકોરજી ને છપ્પન ભોગ ધરાવવા ના મનોરમ્યથ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ જેમા મુરલીધર વાડી લીમડાચોક ખાતે સામૈયા સાથે ભગવાન શ્રી ગોપાલલાલજી ના ઢોળ(ભજન) સાથે શોભાયાત્રા કાઢવા મા આવી હતી જેમા વિશાળ સંખ્યા મા મહિલા તેમજ પુરુષ ભાવિક ભક્તો જોડાયેલ અને ઢોલ ત્રાસા ના નાદ સાથે લીમડાચોક ખાતે મહિલાઓ ગરબે ઘુમી ને પ્રભુ ને વધાવીયા હતા અને ભવ્ય બગી મા ગોપાલલાલ પ્રભુ સાથે ની શોભાયાત્રા લીમડાચોક થઈ એમ.જી.રોડ થી ગાય ચોગાન પાસે આવેલ પૌરાણિક ગોપાલલાલ મંદિર ખાતે પધારેલ
આ દરમિયાન મંદિર ખાતે નિયમિત દશઁન, તેલ તિલક,છપ્પન ભોગ, ભજન અને મંગલ પ્રસાદ, તેમજ ઢાઢીલીલા નુ આયોજન કરવામા આવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા મા સોની અનંતરાય નંદલાલભાઈ તેમજ સોની પંકજભાઇ રાજપરા ખાસ જહેમત ઉઠાવી હતી…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

