માંગરોળ તાલુકા સેવા સમિતિ દ્વારા કલ્યાણધામ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
દીપપ્રાગટય કરી તેમજ મહેમાનો નું ફૂલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આંખ, દાત, ડાયાબિટીઝ સહિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી ચશ્મા તેમજ દવાઓનો મફત અને વિતરણ કરવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં કોરોનામાં વિધવા થયેલી બહેનોને અરહમ ગ્રુપ રાજકોટ, સુનિધિ ચેરિટી ફાઇન્ડેશન અને બચુભાઈ આત્રોલિયાના ના સહયોગથી કપડા સિવવાના સંચા, વૃદ્ધ લોકોને નેતરની લાકડી અને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને હનુમાન સેવા કેન્દ્ર શ્રી ચંદ્રિકાબેન ચુડાસમા જૂનાગઢ ના સહયોગથી સુવર્ણ ભસ્મ પ્રાસન આપવામાં આવ્યું હતું..
જેમાં મેડિકલ કેમ્પમાં આંખના ડોક્ટર ડો. પરિતોષ પટેલ, દાંતના ડોક્ટર અંકિતા ભારાઇ, ડો યોગેશ પરી ગોસ્વામી, રૂડા ભાઈ ચાવડા, આયુર્વેદ માટે ડો. ઠુમર સાહેબ અને ડો. જાદવ સાહેબ એ સેવા આપી હતી..
આ કાર્યક્રમમાં અરહમ સેવા ગ્રુપ રાજકોટ ના પ્રતિનિધિ દેવેન્દ્ર સંઘવી, વિમલભાઈ શાહ, દામિની બેન સંઘવી, મેરામણ ભાઈ યાદવ , મટુબેન છાત્રોડિયા, પંડિત સાહેબ, જેઠા ભાઈ ચુડાસમા, બ્રહ્મકુમારી પુષ્પાદીદી અને પત્રકાર કાસીબ શમા એ હાજરી આપી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શરદભાઇ મહેતા નિલેશભાઈ મહેતા સહિત યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


