Gujarat

 માંગરોળ હુસેનાબાદ નદીમાં સ્નાન કરતી વખતે પુંજમાં નીકળેલ રબારી યુવાન ડૂબતા મુત્યુ,, 

માંગરોળ હાલમાં રબારી સમાજની પુંજઉત્સવ ચાલી રહ્યો છે જે અંતર્ગત સૌરાષ્ટ્ર ભરમાંથી રબારી સમાજના લોકો ધજા લઈ ચોરવાડ જઇ રહયા હતા
ત્યારે રસ્તામાં આવતી હુસેનાબાદ નદીમાં આજરોજ બપોરના સમયે  કેટલાક યુવાનો નાહવા પડ્યા હતા તેમાં એક યુવાન કરસન નાયા ભાઈ ચાવડા ઉ,વ, ૨૫ સ્નાન કરતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થયેલ કોઈ સગડ ના મળતા હાહાકાર મચી જતાં
સ્થળ પરથી તાતકાલિક માંગરોળ ના યુવાન તરવૈયા હનીફ બાબરીયા સાવજને જાણ થતા આ સેવાભાવી યુવાન દ્વારા પોતાનું જીવ જોખમમાં મૂકી મૃતકની લાશને શોધી કાઢી હતી..
૧૦૮ દ્વારા જેને માંગરોળ સિવિલ હોસ્પિટલમાં લઇ આવાવામાં આવી હતી.
માંગરોળ હોસ્પિટલમાં યુવકનું પી એમ કરવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ પાલિકા પ્રમુખ મોહમદ   હુસેન ઝાલા અને રબારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોચી મૃતકને માંગરોળ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ.
મૂળ માળીયા તાલુકાના પાણકવા ગામના ૨૫ વર્ષીય યુવાન કરસન નાયા ચાવડા પુંજ ઉત્સવ દરમિયાન પાણીમાં ડૂબી જતા મુત્યુ થતા રબારી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અગાઉ ૯ વર્ષ પહેલાં પણ માંગરોળ ના બે યુવાનો પુંજ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રસંગે ધજા મા જતાં હતાં ત્યારે ગડુ પાસે આવેલી નદીમા માંગરોળ ના બે રબારી યુવાનો ડુબી ગયા હતા તેમની યાદ તાજી કરાવી છે આ બાબતે રબારી સમાજના આગેવાનો તેમજ ભુવાઆતા એ કહીક વિચરવુ જરૂરી છે,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Screenshot_20221003-173226_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *