Gujarat

માણસાની પરિણીતાએ પુત્રનું મોંઢુ જાેવા પતિને લીગલ નોટિસ આપી

ગાંધીનગર
ઘોર કળિયુગ આવી ગયો છે માતાએ દિકરાનું મોંઢુ પિતાને બતાવવા માટે પણ લીગલ નોટિસ મોકલવી પડે છે તેમ ગાંધીનગરના માણસા મુકામે રહેતી ૨૫ વર્ષીય કેતકીના(નામ બદલેલ છે) લગ્ન સમાજના રીત રિવાજ મુજબ ૩૦મી મે ૨૦૨૧નાં રોજ પાટણના રાધનપુર રહેતાં સુનિલ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન સમયે કેતકીનાં પિતાએ યથાશક્તિ કરિયાવર તેમજ અન્ય સરસામાન પણ આપ્યો હતો. અને કેતકી સાસરીમાં રહેવા ગઈ હતી. લગ્નના બે દિવસ પછી દંપતી હનીમૂન મનાવવા માટે ગયું હતું. જ્યાં સુનિલે અચાનક જ કેતકીને કહ્યું હતું કે, તારે પિયરમાં અન્ય કોઈ છોકરા સાથે લફરું ચાલતું હોય એમ મને લાગી રહ્યું છે. આ સાંભળી કેતકી હચમચી ગઈ હતી. હનીમૂનથી પરત આવ્યા પછી પણ સુનિલ કેતકીના ચારિત્ર્ય પર શંકા કુશંકા કરીને ગાળો બોલી મારઝૂડ કરતો હતો. તો બીજી તરફ સાસુ સસરા પણ ઘરને શોભે એવું કરિયાવર લાવી નથી તેવા મહેણાં ટોણાં મારવા લાગ્યા હતા. આ બાબતની જાણ તેણે પતિને કરતા ઊલટાનું સાસુ સસરાનું ઉઘરાણું લઈ મારઝૂડ કરવા લાગ્યો હતો. થોડા દિવસો પછી પહેલું આણું કરવા માટે કેતકી પિયર આવવાની તૈયારીઓ કરી રહી હતી. એ વખતે પણ સાસુ સસરા અને જેઠ ઘરની લોન ભરવા માટે પિયરમાંથી ૨ લાખ લીધા વિના પરત નહીં આવવા સૂચના આપી હતી. બાદમાં પતિ તેને પિયર મૂકી આવ્યો ત્યારે પણ તું લફરાં વાળી છે, ૨ લાખ લઈને આવજે, મારે તું જાેઈતી નથી એવું કહીને ઝપાઝપી સાથે ઝગડો કરીને નીકળી ગયો હતો. તો પૈસાની વાત કરતાં તેના પિતાએ હાલમાં સગવડ નથી પણ પૈસા આવે એટલે આપીશું તેમ જણાવ્યું હતું. બાદમાં કેતકીને તેનો ભાઈ પરત સાસરીમાં મૂકી આવ્યો હતો. ત્યારે પતિ સાસુ સસરા અને જેઠ બે લાખ લીધા વિના કેમ આવી કહીને મારઝૂડ કરવા લાગ્યા હતા. છતાં ઘર સંસાર ટકાવી રાખવા કેતકી બધો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી રહી હતી. આ દરમિયાન તે ગર્ભવતી હોવા છતાં સાસરિયાંઓએ કેતકીને પહેરેલા કપડે કાઢી મુકી પતિ માણસા મૂકવા પણ આવ્યો હતો. અહીં દીકરીની સારવાર માટે સરકારી સ્કીમ મુજબ આધારકાર્ડની જરૃર હોવાની વાત કરતાં સાસુએ વાત કરતા સુનિલ એકદમ ઉશ્કેરાઈ જઈને કેતકી સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી નીકળી ગયો હતો. બાદમાં ગત તા. ૨૩/૦૬/૨૦૨૨નાં રોજ કેતકીએ પુત્રને જન્મ આપ્યો હતો. જેથી પૌત્ર જન્મની જાણ માટે કેતકીનાં પિતાએ ફોન કરતા પતિ સહિતના સાસરિયાએ ઘસીને આવવાની ના પાડી દઈ આધારકાર્ડનો પણ નનૈયો ભણી દીધો હતો. આખરે દસ દિવસના પુત્રનું મોઢું જાેવા આવવા તેમજ આધારકાર્ડ અને દવાના ખર્ચ માટે કેતકીએ પતિને વકીલ મારફતે નોટિસ મોકલી આપી હતી. જેનો પણ કોઈ પ્રત્યુત્તર નહીં આવતાં આખરે તેણીએ માણસા પોલીસ મથકમાં દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.ગાંધીનગરના માણસામાં હાલ પિયરમાં રહેતી પાટણની પરિણીતાને હનીમૂનનાં દિવસથી જ પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સમય જતાં દહેજની માંગણી નહીં સંતોષાતા પરિણીતાને પહેરેલા કપડે કાઢી મૂક્યા બાદ પુત્રનો જન્મ થયો છતાં પતિ સહિતના સાસરિયાએ મોઢું જાેવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. આખરે પત્નીએ પુત્રનું મોઢું જાેવા માટે પણ પતિને લીગલ નોટિસ આપવાની ફરજ પડી હતી. આ મામલે અંતે માણસા પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *