હિંમતનગર
માણસને ર્નિવસ્ત્ર અને જમીનની અંદર ૧૦ ફૂટ સુધી જાેઇ શકાયની લાલચ આપી હિંમતનગરના અને ઊંઝાના મહેરવાડાના બે શખ્સોને જુદા જુદા કિસ્સામાં કુલ રૂ.૬.૭૦ લાખમાં ઠગતાં સા.કાં. એલસીબીએ આખુયે રેકેટ ચલાવનાર અને એપી સેન્ટર બની ગયેલ ઇડરના ચાંદની પીવીસી ફર્નિચરની દુકાન ચલાવતા શખ્સ અને બડોલીના શખ્સ તથા સાગરીતો પર વોચ રાખવા દરમિયાન તા.૨૧-૦૪-૨૨ ના રોજ પાંચ શખ્સો હિંમતનગર ધાણધા ફાટક નજીક હોવાની બાતમી મળતાં પહોંચી દબોચી લીધા હતા અને રૂ.૧.૫૦ લાખ રોકડ, ૧ કાર, ૬ મોબાઇલ કબ્જે લઇ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને ઇડર પોલીસ સ્ટેશનમાં કુલ ૧૫ શખ્સ વિરુદ્વ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.