Gujarat

માણસામાં તાલુકાના લોદરા ગામના વૃદ્ધનું તળાવમાં ડૂબી જવાથી મોત

માણસા
માણસા તાલુકાના લોદરા ગામે રહેતા એક વૃદ્ધ બે દિવસ અગાઉ ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હતા. જેમની પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ તેમનો ક્યાંય પતો લાગ્યો ન હતો. ત્યારે સાંજે લોદરા ગામના તળાવમાં કોઈ વ્યક્તિની લાશ દેખાતા માણસા ફાયર બ્રિગેડને જાણ કરાવવામાં આવતા તેમણે આવી મૃતદેહને બહાર લાવી તપાસ કરતા મરણ જનાર ગુમ થયેલા વૃદ્ધ હોવાનું સામે આવે આવતા તેમના પરિવાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના લોદરા ગામે રહેતા ૭૦ વર્ષીય રાઠોડ બેચરજી જવાનજી બે દિવસ અગાઉ ઘર પરિવારના સભ્યોને કંઈ પણ કહ્યા સિવાય પોતાની મરજીથી ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા અને રાત્રે પણ ઘરે પરત ન આવતા પરિવારજનોએ ગામમાં તથા સગા સંબંધીઓના ત્યાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો ક્યાં પત્તો લાગ્યો ન હતો. જ્યારે સાંજે લોદરા ગામના તળાવમાં કોઈ વ્યક્તિની લાશ દેખાતી હોવાની ગ્રામજનોને જાણ થતા તેમણે તાત્કાલિક માણસા પોલીસને માહિતી આપી માણસા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે લોદરા ગામના તળાવ પાસે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર લાવ્યા હતા અને મરણ જનારની ઓળખ બે દિવસ અગાઉ ગુમ થયેલા રાઠોડ બેચરજી જવાનજી હોવાનું માલુમ પડતા તેમના પરિવારજનોને તેમજ માણસા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધ ૨ દિવસ પહેલા જ ઘરેથી કોઇને કાંઇ કહ્યા વિના નીકળી ગયા હતા. જેથી પોલીસે કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *