કોરોના મહામારી સમયગાળા દરમિયાન કોરોનાનો ભોગ બની 68 વેપારી દુકાનદારોએ શહીદી વહોરી લીધી છે આ વેપારીઓના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં સરકાર ભારે વિલંબ કરી રહી છે જેથી વેપારીઓમાં સરકાર પ્રતિ નારાજગી વ્યાપી છે.
કોરોના મહામારીમાં 68 વેપારીઓના મોત થયા છે તેમાં સરકારે માત્ર પાંચ વેપારીઓને જ આર્થિક સહાય ચૂકવી છે બાકીના 63 વેપારીઓ હજી પણ સહાયથી વંચિત રહ્યા છે.આ 63 વેપારીઓના ધંધા પર કોરોના સમયની અસર પડી હોવાથી તેઓ હાલ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
માણાવદરના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ના પ્રમુખ અને દુકાનદાર વેપારી જીતેન્દ્રભાઈ દોશીએ વેપારીઓના સમર્થનમાં માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને જણાવ્યું કે ૬૮ વેપારીઓએ કોરોના કાળમાં શહીદી વહોરી લીધી છે જેમાંથી પાંચ વેપારીઓને આર્થિક સહાય ચૂકવાય છે બાકીના 63 વેપારીઓ સહાયથી વંચિત હોવાથી માણાવદર તાલુકાના વેપારી- દુકાનદારો ૧૯મી તારીખે પોતાના વેપાર-ધંધા લોગીન નહીં કરીને રાજ્યવ્યાપી લડતમાં સામેલ થઈ એક દિવસ પ્રતિક હડતાલ પર જવા આવેદનપત્રમાં જણાવ્યું છે
તસવીર – અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

