Gujarat

માણાવદરની શૈશવ સ્કૂલમાં દેશભક્તિના ગીતો અને પ્રતિભા સન્માન સાથે સ્વતંત્ર પર્વ ઉજવાયું

માણાવદરની શૈશવ સ્કૂલ ખાતે આજરોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આ શાળામાં વિવિધતા સાથે અને સ્વતંત્ર સેનાનીઓનો જોમ-જુસ્સો બેઠો કરે અને ખરા અર્થમાં ઉજવણી સાર્થક બને તેવા આશય સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના પવિત્ર પર્વ નિમિત્તે માણાવદરના પ્રથમ નાગરિક પુષ્પાબેન ગોરનું નગરપાલિકાનો સફળ વહીવટ ચલાવવા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ લાખાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન પુષ્પાબેન ગોરના હસ્તે કરવામાં આવ્યું હતું
અખબારી આલમમાં આ તાલુકામાં મોટું નામ અને અવિરત અહેવાલો રજૂ કરીને લોકો ની વાચા બનતા પત્રકાર જીગ્નેશભાઈ પટેલની પ્રતિભા પારખી દિપકભાઈ ફુલેત્રાના વરદ હસ્તે તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં ધ્યાને ખેંચે  તેવી કોઈ વસ્તુ હોય તો ધોરણ છ થી નવના જુદા જુદા બાળકોએ પોતાની આગવી ઢબ અને શૈલીથી દેશભક્તિના ગીતો ગાયા હતા જેમાં સુનો ગોર સે દુનિયા વાલો, તથા દેશ મેરે ઓર મેં ભારત કી બેટી, સલામ ઉન શહીદો કો, જન્માષ્ટમીના સંભારણા રૂપે ધોરણ છ ની ગુજરાતી માધ્યમની બહેનોએ વોહે અલબેલા વોહે ક્રિષ્ના
આ કાર્યક્રમનો અનોખો રંગે એટલા માટે દર્શીત હતો કે તેમાં આઝાદી વિષયને કેન્દ્રમાં રાખીને જ અને આઝાદીનું મૂલ્ય સમજાવતા પ્રવચનો ગીતો, નાટકો તથા કલા, તબલા સંગીત, સંગીત સુરો વગેરેનું મહત્વ અપાયું હતું. કાર્યક્રમમાં કલા મહોત્સવ અંતર્ગત ઉજળો- સારો દેખાવ કરીને નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ જેવા કે દત્તાણી સાક્ષી, ઝાલાવાડીયા નિજ અને કચોટ પ્રિયા ને ઇનામો અપાયા હતા. ધોરણ નવ અંગ્રેજી માધ્યમની બહેનોનું મિક્સ સોંગ તથા મારડિયા નેન્સીએ દેશભક્તિ વિષય અંતર્ગત પોતાની સ્પીચ રજૂ કરી હતી તથા ધોરણ 8 ની વિદ્યાર્થીની કારીયા રોશનીબેને પણ આઝાદી વિષય અંતર્ગત પ્રવચન આપ્યું હતું. મહેમાનોનું સ્વાગત જ્યોત્સનાબેન મેડમ (પ્રિન્સિપાલ) તથા કાર્યક્રમની આભાર વિધિ શૈશવ શાળાના પ્રિન્સિપાલ એટલે કરી હતી આમ આ આખે આખા ઉજવણીના કેન્દ્રમાં સ્વતંત્ર પર્વની જ ઝાંખી થતી હતી ક્યાંય વિષય સ્થળાંતર થયું ન હતું
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220815_080451.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *