માણાવદર વંથલી અને મેંદરડા તાલુકા એમ ત્રણ તાલુકાના કાર્યકરોની એક બેઠક માણાવદર આહીર સમાજ ખાતે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી આ ચૂંટણી બેઠકમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પોરબંદર સંસદ સીટના પ્રભારી રામપાલ શર્મા રહ્યા હતા
વિશાળ કાર્યકરોની ફોજ – સેના સાથે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા, ગુજરાત સેવા દળના મહિલા પાંખના અધ્યક્ષ પ્રગતિબેન આહીર, જિલ્લા પંચાયતના સદસ્ય કમ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી, હરિભાઈ પટેલ (વડા) માણાવદર તાલુકા કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ મોરી, માજી ધારાસભ્ય હમીરભાઈ ધુળા, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પાડલીયા ઓબીસી સેલના માણાવદર તાલુકા પ્રમુખ વિરમભાઈ ખોડભાયા, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ બોરખતરીયા, પ્રભુદાસભાઈ મીનીપરા, મિતલભાઈ કાસુન્દ્રા, મેઘજીભાઈ દાફડા, અનુસૂચિત જાતિ મોરચાના માણાવદરના પ્રમુખ દેવાયતભાઈ મગરા તથા માણાવદર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રામપાલ શર્માજીએ ચૂંટણી સંબંધિત વ્યુહરચના અને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ઝીણવટ ભરી જાણકારી આપી હતી. આજની બેઠકમાં જોતા આ મતવિસ્તારમાં કોંગ્રેસ કાઠું કાઢી રહી હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું હતું
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર


