માણાવદરમાં ૮મી જૂને શ્રી મામાદેવનો નવરંગ માંડવો તથા હોમ હવન તેમજ ડાકલા ડમરની સંગીત શૈલીની રજૂઆત અને દુહા છંદ વ્યક્ત કરતો એક કાર્યક્રમ જે.એમ પાનેરા કોલેજની સામે બાટવા રોડ ખાતે આયોજિત કરવામાં આવેલ છે.
જેમાં સવારના 8:00 કલાકે ધ્વજારોહણ, 8:30 કલાકે હવન અને 3:00 કલાકે બીડું હોમાશે સાંજના 5:00 કલાકે સામૂહિક પ્રસાદનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટના મામાદેવના નવરંગ માંડવા ના પ્રસિદ્ધ ગાયક કલાકાર ધર્મેશભાઈ રાવળ ડાક ડમર થી દુહા છંદ તથા મામાદેવનો મહિમા સંગીત શૈલીમાં રજૂ કરશે તો આ કાર્યક્રમનો લાભ લેવા મામાદેવ મિત્ર મંડળ માણાવદર તરફથી સૌને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


