માણાવદર સ્વામિનારાયણ મંદિર દ્વારા 13મી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય શિબિરમાં હજારો હરિભક્તો જોડાયા હતા. આ શિબિરના પ્રેરણાતા સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે આજના યુગમાં વ્યસન એ સમાજનું સૌથી મોટું દુષણ છે અને વ્યસન દિવસેને દિવસે યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે ત્યારે આ યુવા પેઢીને વ્યસનમાંથી કેમ બચાવી અને સત્સંગ તરફ આગળ વધે તેવો શિબિરનો મુખ્ય હેતુ છે. ત્યારે વધુમાં જણાવ્યું હતું કે યુવાનો સત્સંગ તરફ આગળ વધે તે માટે સ્વામિનારાયણ મંદિર દ્વારા ભાવનગર, મહુવા જેવા શહેરોમાં હજારો કોલેજીયન વિદ્યાર્થી નિશુલ્ક હોસ્ટેલમાં રહે છે અને ગુજરાતની વિદ્યાનગરી એવી વલ્લભ વિદ્યાનગરમાં પણ હોસ્ટેલ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અગામી સમયમાં તેમાં પણ કોલેજીયન વિદ્યાર્થીઓ રહી શકે તેવો સ્વામીએ ભાવ વ્યક્ત કર્યો હતો. આ શિબિરને સફળ બનાવવા માટે માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી મોહન પ્રકાશદાસજી સ્વામી તેમજ સત્સંગ સમાજ માણાવદરના હરિભક્તોએ ભારે જેહવત ઉઠાવી હતી અને આ સત્સંગ શિબિરને સફળતા અપાવી હતી
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

