Gujarat

માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની મુખ્ય ઉપસ્થિતીમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા-રથનું માતર ખાતે આગમન

૩૨ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ
****
કુલ ૯ લાખ ૭૦ હજારના વિકાસના કામોનું ખાતમુહુર્ત  કરવામાં આવ્યું
****
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માતર ધારાસભ્યની મુખ્ય ઊપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ માતર તાલુકાના માતર ગામ ખાતે પહોંચ્યો હતો. જ્યાં વિકાસ રથ અને અતિથિઓનું ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિઘ યોજનાઓના ૩૨ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.
વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, કૃષિ, વૃદ્ધ સહાય, એન.એફ.એસ.એ અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને ધારાસભ્યશ્રીની હાજરીમાં લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
  વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સરકારી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરી દિશા નિર્દેશ વડે સામજિક ઉત્કર્ષમા ભાગીદાર થવા માટે ધારાસભ્ય કેસરી સિંહે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મામલતદાર ભગતસાહેબ, તાલુકા વિકાસ અધિકારી પુનમબેન આર ડામોર, આરોગ્ય વિકાસ અધિકારી તેમજ તાલુકા ટી.એચ.ઓ, ટલાટી કમ મંત્રી, ગામપચાયત સરપંચ ગાયત્રીબેન ભગવતભાઈ પરમાર સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બાબુકાકા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન સાથે માતર તાલુકા સંગઠન ઉપપ્રમુખ અજીતસિંહ બાપુ, તેમજ મહામંત્રી પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ, જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ધવલભાઈ, તેમજ તંત્ર તથા ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220715-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *