Gujarat

માતૃરૂ્ણ માંથી મુક્ત થવા સમાજને રૂ. 15.33 લાખનુ દાન કર્યું..

ગીરગઢડાના નગડિયા ગામના ભામાશા સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરીયાના બંને પુત્રોએ પિતાની દાનની સરવાણી વહેતી રાખતા રૂ. ૧૫ લાખ ૨૩,૦૦૦નુ અનુદાન કર્યું…આહિર સમાજ ભાવ વિભોર થયો ..

 

ભાવનગર તેમજ મહુવા આહિર કન્યા છાત્રાલય બોર્ડિંગને લાખોનું દાન કર્યુ હતું.

 

 

ઊના – ગીરગઢડાના નગડિયા ગામના વતની અને ગીર પંથકમાં જે ભામાશા તરીકે ઓળખવામાં આવતા તેવા સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરીયા હાલ ઉના પોતાની કર્મ ભૂમિ બનાવી શુન્ય માંથી સર્જન કર્યું. ધોકડવા ભાડાના મકાનમાં રહીને કપાસના વેપારથી જેમણે આજે ઊના ગીરગઢડા પંથકમાં એટલી નામના મેળવી છે. ગીર પંથકમાં જેમણે નાના અને ગરીબ પરીવારોની મદદરૂપ થયા છે. લાખો રૂપિયાનુ દાન કર્યું છે. એવા સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરીયાના બે પુત્રો બીપીનભાઈ તેમજ દિનેશભાઈ બંને ભાઈઓ એ આજે માતૃરૂ્ણ માંથી મુક્ત થવા રૂ. 15.33 લાખનુ દાન કર્યું હતું. તેમજ સ્વ. બચુભાઈની જંન્મ ભુમી નગડિયા ગામે એક ગેટ અને ચબુતરાની પણ જાહેરાત કરી છે.

નગડીયા -ધોકડવા-ઉના-વાપી નિવાસી બીપીનભાઈ બચુભાઈ કાતરિયા, દિનેશભાઈ બચુભાઈ કાતરિયાના માતા સ્વ. બાઘુબેન બચુભાઈ કાતરિયાની ઉના મુકામે ઉતરક્રીયા વીધી કરવામાં આવી,માતૃ ઋણ અને પિતૃ ઋણ માંથી મુક્ત થવા દરેક બહેનો અને સમાજને ભોજન, ભજન અને દાન પૂણ્ય કરેલ જેના ભાગરૂપે ભાવનગર કન્યા છાત્રાલયમાં રૂ. ૧૧,૧૧,૧૧૧ મહુવા કન્યા છાત્રાલયના બાંધકામમાં એક રૂમ માતા સ્વ. બાઘુબેન બચુભાઈ કાતરિયાના સ્મરણાર્થે તથા એક રૂમ પિતા સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરિયાના સ્મરણાર્થે (દરેક રૂમના રૂ. ૧ લાખ ૧૧,૧૧૧ લેખે રૂ. ૨ લાખ ૨૨,૨૦૦ નું દાન બીપીનભાઈ બચુભાઈ કાતરિયા, દિનેશભાઈ બચુભાઈ કાતરિયા, નારણભાઈ રામજીભાઈ કાતરિયા, ગોબરભાઈ રામજીભાઈ કાતરિયા દ્રારા આપવામાં આવેલ છે. આ દાન કરવા બદલે સમાજ અને સંસ્થા, તમામ ટ્રસ્ટીઓએ આ પરીવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

 

 

માતૃરૂ્ણ-માંથી-મુક્ત-થવા-સમાજને-રૂ.-15.33-લાખનુ-દાન-કર્યું..-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *