,દ્વારકા
ગુજરત ના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક નવીજ સિદ્ધિ હાંસલ કરી છે જેના કારણે આ જિલ્લા નું નામ મોખરે આવ્યો છે, ૧૫થી ૧૮ વર્ષના સગીરોને રસીકરણ માટે ૧૪૦ જેટલા સેશન હેઠળ કામગીરી કરવામાં આવી છે. ૧૫ થી ૧૮ વર્ષના ૩૮ હજારથી વધુ સગીરોનું રસીકરણ કરવામાં આવનાર છે. તે પૈકી અત્યારસુધી ૨૦ હજાર જેટલા સગીરોને રસી અપાઈ ચુકી છે. એટલે કે ૫૨ ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. માત્ર ૩ દિવસમાં જિલ્લાના અડધાથી વધુ બાળકોને વેક્સિન અપાઈ જતા તંત્ર પણ હોંશે હોંશે કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં આ કામગીરી ૧૦૦ ટકા પુર્ણ કરી દેવાશે એવું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે.


