Gujarat

માધ્યમિક શાળા ના શિક્ષકે પરીક્ષા આપવા ગયેલ વિધાર્થી ને ઢોર માર મારવા ની ઘટના થી વાલીઓ માં રોષ ની લાગાણી કડક કાર્યવાહી કરવા ની માંગ ઉઠી

તા 18/2 2022 કલ્યાણપુર તાલુકા ના લાંબા ગામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા ના શિક્ષક દ્વારા એક વિધાર્થી ને ઢોર માર મારવા ની ઘટના સામે આવી છે. મળતી વિગત અનુસાર વિશાલ મારખીભાઈ ચેતરીયા નામ ના વિધાર્થી ને આજે પરીક્ષા ખંડ મા પરીક્ષા આપતી વખતે તે વિધાર્થીએ ચાલુ પરીક્ષા મા અન્ય વિધાર્થી પાસે થી પેડ ની માંગણી કરતાં શિક્ષક દ્વારા આ ઘટના જોઈ જતાં શિક્ષક ને ભાસ થયો કે વિધાર્થી ચોરી કરે છે તેવું અનુમાન લગાવીને વગર માહીતીએ ,જોયા જાણ્યા વિના વિધાર્થી ને કલાસ રૂમ ની બહાર કાઢી મુકીને પરીક્ષા ન આપવા દીધી તેમજ વિધાર્થી ને ઢોર માર મારી અપશબ્દો બોલીને ક્રૃતા ભર્યું વર્તન કરીને વિધાર્થી ને ઢોર માર મારવા થી લાંબા ગામ તેમજ આજુબાજુ ના વિસ્તાર માં વાલીઓ માં રોષ ની લાગણી ઉભી થઈ ,હાલ વિધાર્થી ના વાલી દ્વારા પોલીસ ફરીયાદ નોધાવવાં માં આવી છે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને આ ઘટના ની જાણ થતાં ખુલ્લાસા માટે તે શિક્ષક કિમવાલા પીંકલ ને તત્કાલીન જિલ્લા શિક્ષણ વિભાગ ની કચેરીએ બોલાવ્યા છે,હવે જોવા નુ રહ્યું છે કે આ શિક્ષક ના આવા ગેર વર્તન થી કોઈ ખાતાકીય કાર્યવાહી થાઈ છે કે કેમ ?? વિધાર્થી ને ઢોર માર મારવા ની જાણ કોઈને ન કરવા શિક્ષક દ્વારા દબાણ કરેલ તેમજ વિધાર્થી ના શરીરે માર ના નિશાન જોવા મળેલ હાલ વિધાર્થી ને શાળાએ પ્રવેશ ન કરવા તેમજ વિધાર્થી ને જાન થી મારી નાખવા ની પણ ધમકી શિક્ષક કિમવાલા પિંકલ આપી હતી, હાલ આ માર મારવાની ઘટાના થી સમગ્ર પંથક મા ચર્ચાએ વેગ પકડ્યો છે,
અહેવાલ : વજસી વરવારીયા : મોટા આસોટા

IMG_20220218_173315.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *