Gujarat

માનગઢમાં માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા પોલીસ જવાનનું અકસ્માતમાં નિધન

મોરબી
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના નાના રણમાં આવેલા સુરેલ શક્તિ માતાજીના મંદિરે દર્શન કરી પરત આવી રહેલા હળવદ તાલુકાના માનગઢ ગામના વતની અને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સગરામભાઈ કુકાભાઈ ગોલતરની કારને અકસ્માત નડતા કાર પલટી મારી ગઈ હતી. જેથી સગરામભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનની કાર કચ્છના નાના રણમાં પલટી મારી જતા અકસ્માત થયો હતો. જેમાં માનગઢના વતની એવા પોલીસ જવાનનું મૃત્યુ થયું હતું. જેથી નાના એવા ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ અકસ્માત થયો હતો. ત્યારે પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્યારે અંતિમ યાત્રામાં માનગઢ ગામ હિબકે ચડ્યું હતું અને એ.એસ.પી અતુલકુમાર બંસલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગોલતર પરિવારને સાંત્વના પાઠવી હતી. વધુમાં મૃતક સગરામભાઈના પરિવારમાં બે ભાઈ અને પાચ બહેનો છે અને સગરામભાઈને સંતાનમાં બે દિકરા છે. જેમાં એક દિકરો દસ વર્ષનો અને બીજાે સાત વર્ષનો છે. ઉલ્લેખનીય છે કે, સગરામભાઈ પરિવારના મુખ્ય આધારસ્તંભ હોય તેમની અણધારી વિદાયથી પરિવાર ઉપર મુશ્કેલી આવી પડી છે. આજે સગરામભાઈને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમની અંતિમયાત્રામાં એ.એસ.પી અતુલકુમાર બંસલ, હળવદ પી.આઈ કે.જે.માથુકીયા, પીએસઆઈ રાજેન્દ્રદાન ટાપરીયા, માળીયા પી.એસ.આઈ. બી.ડી.જાડેજા સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃતક સગરામભાઈની સ્મશાન યાત્રામાં હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ સીણોજીયા, ગામના સરપંચ સહિત ગામના લોકો અને મૃતકના મિત્રો, સગા, સ્નેહીઓ મોટી સંખ્યામાં જાેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *