ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને ડી.એમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૮૨૨૦૧૫૬/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા ફરતો આરોપી છોટાઉદેપુર બજારમાં ખરીધી અર્થે આવનાર છે. જે હક્કિત આધારે છોટાઉદેપુર ટાઉન પેટ્રોલપંપ ચોકડી પાસે વોચનાકા બંધીમાં હતા દરમ્યાન થોડીવાર વોચ નાકાબંધીમાં રહયા બાદ બાતમી હક્કીતમાં જણાવ્યા મુજબનો એક ઈસમ આવતાં તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ સોમા ઉર્ફે સમલાભાઇ બાવાભાઇ રાઠવા રહે.કાછેલ મોટા ફળીયા, તા.જી.છોટાઉદેપુર નાનો હોવાનું જણાવતાં તેણે ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટક કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

