રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ૨૩મી એપ્રિલે ખાત મુહૂર્ત
અદ્યતન સુવિધાયુક્ત રૂ.૨.૫૯ કરોડ ખર્ચે નિર્માણ પામશે બસ સ્ટેશન
ગિરગઢડા તા 23
ભરત ગંગદેવ
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની પ્રેરણાથી રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે તાલાળાના આંકોલવાડી ખાતે રૂ.૨.૫૯ કરોડ ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું તા.૨૩-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે ખાત મુહૂર્ત કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
|
ReplyReply allForward
|
