માળિયાહાટીના તાલુકાના જંગર ગામે રહેતા ચંદ્રીકાબેન ઉર્ફે વનીતાબેન વિજયભાઇ જાદવ(ઉ.વ.૩૦) પોતાના પુત્ર ખુશ(ઉ.વ.૯) સાથે તા.૧૧/૯/૨૦૨૨ને ૩ વાગ્યા આસપાસ જંગર ગામે ટેલીફોન એક્ષેન્જ પાસેથી ગુમ થયા છે. ચંદ્રીકાબેનની ઉંચાઇ ૫.૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ શ્યામવર્ણ છે. તેમના ડાબા હાથમાં અંગ્રેજીમાં V V ત્રોફાવેલ છે અને પીળા કલરની સાડી પહેરેલ છે. જ્યારે પુત્ર ખુશએ સફેદ કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ છે. આ માતા-પુત્રની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયાહાટીના પોલીસે જણાવ્યું છે.
