મોરબી
માળીયા કચ્છ હાઈવે પર ગેલોપ્સ હોટલ નજીક ટ્રકે આગળ જતાં ડમ્પરને ઠોકર મારતા અક્સમાત સર્જાયો હતો. જેમા ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. આ મામલે માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના ગાળા ગામે રહેતા ફરિયાદી બાકુભાઈ ગોબરીયાભાઈ બાબેરીયાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, સવારના તેઓ પોતાનું ડમ્પર મોરબી-કચ્છ હાઈવે પર લઈને જતાં હતા. તે દરમિયાન ગેલોપ્સ હોટલ નજીકથી પસાર થતા ત્યારે આરોપી નવલકિશોર ઉર્ફે નવલરાય કલીકારાય યાદવે પોતાના ટ્ર્કને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર આગળ જતા બાકુભાઈના ડમ્પરની પાછળના ઠાઠાના ભાગે ટ્રક અથડાવી દીધું હતું. જેને પગલે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં નવલકિશોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી માળિયા પોલીસમાં નોંધવામાં આવી છે. પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


