Gujarat

માહરાજપુરાના સરપંચે વિકાસના નામે ૪૦ વૃક્ષો કાપતા મુખ્યમંત્રીને રજૂઆત

મહેસાણા
કડીના માહરજપુરા ગામમાં ગામના જાગૃત નાગરીકે સરપંચ ઉપર વૃક્ષ છેદન સહિતની પ્રવૃતિનો કરવા મામલે પોલીસ સ્ટેશન, મામલતદાર, ટીડીઓ, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. ગામના અમિતકુમાર વાસુદેવભાઇ પટેલે સરપંચ હસમુખ પટેલ અને જેસીબીના ચાલક સામે ઉચ્ચ કક્ષાએ પત્ર લખી પગલાં ભરવા માંગણી કરી છે. તેમણ રજૂઆત કરતા જણાવ્યું કે, ગામના લોકો જે લીમડાનાં ઝાડ નીચે બેસતા હતા. તે લીંમડો તેઓએ જેસીબીની મદદથી બ્લોક નાખવાના હોવાનું કારણ આપી મૂળ સુધી કાપી નાખ્યો હતો. આ ઉપરાંત થોડા સમય પહેલા પણ તેમણે ગામના બાવળ, લીંમડા, વખડાં સહિતના ૪૦ કરતા વધારે ઝાડ કાપી તેનું લાકડું વેચાણ કરી તેના પૈસા તેમણે બારોબાર ઉચાપત કરી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં આ મામલે ઉચ્ચ કક્ષાએ પત્ર લખી સરપંચ અને જેસીબીના ચાલક વિરૂદ્ધ પબલિક પ્રોપર્ટી ડેમેજ, વૃક્ષ છેદન સહિતની જાેગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *