Gujarat

મા-બાપ વિનાની સગીરાને કૌટુંબીક કાકા ભગાડી જતા ચકચાર

ગાંધીનગર
ગુજરાતની રાજધાની ગાંધીનગરના બોરીજ ગામમાં રહેતી ૧૭ વર્ષીય ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી જારકર્મ કરવાના ઈરાદે પાંચ દિવસ અગાઉ અપહરણ કરીને કૌટુંબિક કાકો ભાગી ગયો હતો. જેના પગલે ૬૦ વર્ષીય દાદીએ સેક્ટર-૨૧ પોલીસ મથકના દરવાજા ખખડાવી ફરિયાદ દાખલ કરાવી છે. ૬૦ વર્ષીય વૃદ્ધાએ સેક્ટર-૨૧ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના એકના એક પુત્રની પત્નીનું ૧૬ વર્ષ અગાઉ અવસાન થયું હતું. જેમને એક ૧૭ વર્ષીય દીકરી પણ છે. પહેલી પત્નીના અવસાન પછી પુત્રએ બીજા લગ્ન કરી લીધા હતા. આ બીજા લગ્નથી પણ તેને બે સંતાનો છે. આશરે એક વર્ષ અગાઉ કોરોનાના કારણે પુત્રનું પણ અવસાન થતાં તેના સંતાનોને તેઓ ઉછેરી રહ્યા છે. જેમની ૧૭ વર્ષીય પૌત્રી સરકારી શાળામાં ધોરણ-૮માં અભ્યાસ કરે છે. જેને તેના કૌટુંબિક કાકાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ગત તા. ૧૦મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તેમની પૌત્રી અચાનક ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. જેનો આસપાસના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરવા છતાંય ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આથી શંકાના આધારે ગામમાં રહેતા કૌટુંબિક કાકાના ઘરે પણ તેમણે તપાસ કરી હતી. પરંતુ તે પણ તે સમયે ઘરેથી મળી આવ્યો ન હતો. જે લોકો આજદિન સુધી પરત ન ફરતાં દાદીએ પોતાની પૌત્રીને તેનો કાકો પ્રેમજાળમાં ફસાવી જારકર્મ કરવાના ઈરાદે અપહરણ કરીને ભગાડી લઈ ગયો હોવાની ફરિયાદ સેક્ટર-૨૧ પોલીસ મથકમાં દાખલ કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *