Gujarat

મીયાપુર નડિયાદ નાઈટ બસ કોઈ કારણોસર બંધ થઈ જતા વિદ્યાર્થીઓ અટવાયા ધારાસભ્યને રજૂઆતના પગલે એસટી બસ ચાલુ થઈ.

મહુધા તાલુકાના મીયાપુર નઙીયાદ નાઈટ બસ કોઈ કારણોસર એસ.ટી વિભાગ દ્વારા બસ બંધ કરવામાં આવી હતી આ બસ સવારે છ વાગ્યે વાયા ખલાડી થી નઙીયાદ થઈને જાય છે ખલાડી ગામના 40 થી 50 વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ આ બસની મુસાફરી કરે છે પરંતુ બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓમાં મુશ્કેલી અનુભવતા ગામના સ્થાનિક નેતા મહુધા તાલુકા ભાજપાનાં મહામંત્રી નરસિંહભાઈ ભોજાની ને રજૂઆત કરતા મહામંત્રીએ મહુધા મતવિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય શ્રી સંજય સિંહ મહિડાને જાણ કરતા ધારાસભ્ય એ તાત્કાલિક ધોરણે નડિયાદ એસ.ટી વિભાગમાં ટેલીફોનિક વાતચીત કરતા યુધ્ધના ધોરણે બસ ચાલુ કરી દેવામાં આવી હતી આ બસ ચાલુ થતા વિદ્યાર્થીઓ અને વેપારીઓમાં ખુશી નો માહોલ થતા સૌ વિદ્યાર્થીઓએ ધારાસભ્યશ્રીની સરાહનીય કામગીરી બદલ વિદ્યાર્થીઓ ધારાસભ્યશ્રી ની સાથે ટેલિફોનિક વાતચીત કરીને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર : નિસાર શેખ મહુધા

IMG-20221223-WA0050-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *