Gujarat

મુંબઈથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસમાં દારૂની હેરફેર થતી વડોદરા પોલીસે પકડી

વડોદરા
વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસર્મી વિક્રમકુમાર ધુળાભાઇને બાતમી મળી હતી કે મુંબઇથી અમદાવાદ જતી એચ.કે. ટ્રાવેલ્સની બસ (જીજે -૦૧-એફટી-૩૭૮૫)માં દારૂની લઇ જવામાં આવી રહ્યો છે. જેથી પોલીસની ટીમ દુમાડ ચોકડી પાસે વૉચ ગોઠવી ઉભી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રાવેલ્સ પસાર થતાં તેને અટકાવી અને બસના કેબિનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી બસના બે ડ્રાયવર અને કંડક્ટર પાસેથી દારૂ મળી આવ્યો હતો. બસના ડ્રાયવર શંકરલાલ પદમાજી પટેલ (મૂળ રહે. બાયડી ગામ, જી. ઉદેપુર, રાજસ્થાન) અને બસના બીજા ડ્રાયવર દેવીલાલ પદમાજી પટેલ (મૂળ રહે. માયર ગામ, જી. ઉદેપુર, રાજસ્થાન) તેમજ બસના કંડક્ટર મગનલાલ રામલાલ પટેલ (મૂળ રહે. બાયડી ગામ, જી. ઉદેપુર, રાજસ્થાન) એમ ત્રણેય પાસેથી કુલ ૩૦ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. સમા પોલીસે બે ડ્રાયવર અને કંડક્ટરની ધરપકડ કરી એચ.કે.ટ્રાવેલ્સની બસને જપ્ત કરી છે. પોલીસે આ અંગે દારૂ અને બસ સહિત કુલ ૬ લાખ ૩૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મુંબઇથી આવેલી ટ્રાવેલ્સમાં વડોદરામાં પોલીસે દારૂ સાથે બંને ડ્રાયવર અને ક્લિનરને ઝડપી લેતા તેમાં મુસાફરી કરી અમદાવાદ જઇ રહેલા લોકો અટવાયા હતા. કારણ કે બસમાંથી દારૂ મળતા બસને જપ્ત કરી લેવામાં આવી હતી. જેથી મુસાફરો માટે બીજી ગાડીની વ્યવસ્થા કરાઇ હતી.વડોદરા શહેરની સમા પોલીસે મુંબઇથી અમદાવાદ એચ.કે. ટ્રાવેલ્સની બસમાં ડ્રાઇવર અને ક્લિનર દ્વારા કરવામાં આવતી દારૂની હેરાફેરીને ઝડપી લીધી છે. પોલીસે દારૂના જથ્થા અને બસ સહિત ૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

File-02-Photo-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *