મુંબઈ થી કચ્છ ના આશાપુરા માતા મઢ ખાતે જવા નીકળેલા શિવસેના ના જય મહારાષ્ટ્ર સેવા મંડળ ગ્રુપ ના સાયકલ યાત્રી નું અંકલેશ્વર માં આગમન થતા પ્રદેશ શિવસેના પ્રમુખ સતીશ પાટીલ સહીત ના આગેવાનો એ સ્વાગત કર્યું હતું.
મુંબઈ ના કાંદિવલી શિવસેના ના જય મહારાષ્ટ્ર સેવા ગ્રુપ દર વર્ષે કચ્છ ખાતે આવેલ આશાપુરા માતા મઢ ખાતે સાયકલ લઇ ને નીકળે છે આ ગ્રુપ છેલ્લા 24 વર્ષ થી સાયકલ યાત્રા દ્વારા કચ્છમાં આશાપુરા માતા મઢ ખાતે પહોંચે છે .હાલ માં પણ શિવસેના ના જય મહારાષ્ટ્ર સેવા મંડળ ના 11 જેટલા ભક્તો ગત તારીખ 16 મી સપ્ટેમ્બર ના રોજ કાંદીવલી થી સાયકલ લઇ ને આશાપુરા માતા મઢ ખાતે જવા નીકળ્યા છે તેઓ નું અંકલેશ્વર માં આગમન થતા ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ સતીશ પાટીલ, સામાજીક કાર્યકર માંગીલાલ રાવલ , સહીત ના આગેવાનો એ સ્વાગત કર્યું હતું.
કચ્છ જિલ્લામાં આવેલાં આશાપુરા માતાજીના મઢ ખાતે દર્શન માટે જતાં સાયકલ યાત્રીઓની સંખ્યા વધારે હોય છે. મહારાષ્ટ્રથી માતાજીના મઢ ખાતે જતાં સાયકલ યાત્રીઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનો દ્વારા રોકાણ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. માર્ગમાં થતી આગતા સ્વાગતાથી સાયકલયાત્રીઓના ઉત્સાહમાં પણ વધારો થાય છે. આ સાયકલયાત્રીઓ 500 કીમીથી વધારેનું અંતર કાપી આશાપુરા ખાતે પહોંચશે.
Attachments area


