નડિયાદ
ખેડા જિલ્લામાં બુટલેગરો બેખોફ બની દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ઈન્દોરના અનમોલ ટ્રાન્સપોર્ટના શખ્સે મુંબઈથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ટ્રકમા લોડ કરાવી ડ્રાઈવર ક્લીનરને ખેડા જિલ્લાના બૈડપ સીમમા રવાના કર્યા પણ સ્થાનિક પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. પોલીસે કુલ રૂપિયા ૨૮.૮૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક મળી કુલ રૂપિયા ૩૩ લાખ ૮૮ હજાર ૫૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડ્રાઇવર ક્લીનર તથા દારૂનો જથ્થો ભરાવનાર શખ્સ મળી કુલ ૩ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે. ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનના કર્મીઓ ગતરોજ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ- ઈન્દોર હાઇવે ઉપર બૈડપ ગામની સીમમાં આવેલ ન્યુ મીરા ઢાબાના કમ્પાઉન્ડમાં એક સફેદ કલરની ટાટા ટ્રક મુકેલ છે જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલ છે. આથી પોલીસે અહીંયા આવી સર્ચ કરતા બાતમી વાળી ટ્રક નંબર (એમપી-૦૯-જીએફ-૫૧૭૩) ઉભી હતી. ટ્રકમાં બેઠેલા ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ પોલીસે આદરી હતી. પોલીસે આ બંનેના નામ ઠામ પૂછતા આ બંને પોતાના નામ શબીરઅલી મહેબુબઅલી શેખ (રહે.મનાવર, મધ્યપ્રદેશ અને રઉફ લતીફ શેખ (રહે.ઈન્દોર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંનેને સાથે રાખી ટ્રકના પાછળના ભાગે તાડપત્રી ખોલી તપાસ કરતા જુદા જુદા માર્કાની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે આ ટ્રકનો કબજાે મેળવી ઉપરોક્ત આરોપીઓ સાથે પોલીસ સ્ટેશનને લાવી ધનિષ્ઠ પુછપરછ હાથ ધરી હતી. તો બીજી બાજુ પોલીસે પંચોને બોલાવી ઉપરોક્ત ઇંગ્લિશ દારૂનો જથ્થાની ગણતરી કરી હતી. જેમાં ૬૦૦ નંગ પેટીઓમ પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ ૨૮,૮૦૦ કિંમત રૂપિયા ૨૮ લાખ ૮૦ હજાર મળી આવ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો તે દિશામાં ઉપરોક્ત બંને આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં આ બંને આરોપીઓએ જણાવ્યું હતું કે, ઇન્દોરના અનમોલ ટ્રાન્સપોર્ટના સતનામસિંઘ સરદારે ટ્રક લઈ અમોને મુંબઈ જવાનુ કહ્યું હતું જે બાદ સતનામસિંઘના સંપર્કથી મુંબઈ ખાતેથી દારૂ ભરાવી ગુજરાતના વડોદરા ખાતે લઈ જવાનું કહ્યું હતું અને વડોદરાથી આ શખ્સે ગોધરા થઈ સેવાલિયા આગળ જઈ નજીકમાં આવેલ હોટલે ગાડી ઉભી કરી દેજાે જે બાદ હું જણાવ ત્યા આ દારૂનો જથ્થો પહોચાડવાનો હોવાની કબૂલાત કરી છે. આમ સેવાલીયા પોલીસે આ ગુનામાં ધરપકડ કરાયેલા બે આરોપી અને દારૂનો જથ્થો ભરી આપનાર મળી કુલ ૩ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી ટ્રક મળી કુલ રૂપિયા ૩૩ લાખ ૮૮ હજાર ૫૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
