મુખ્યમંત્રીશ્રીએ છોટાઉદેપુરના જામલી ખાતે
પહોંચી સુખરામ ભાઈ રાઠવાને મળી સંવેદના વ્યક્ત કરી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર ના કાર્યક્રમો પૂર્ણ કરી, રસ્તા માર્ગે કવાંટ તાલુકાના જામલી ગામે પહોંચ્યા હતા અને વિરોધ પક્ષના નેતા અને પાવી જેતપુર ના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા અને તેમના પરિવારજનોને મળ્યા હતા.
તેમણે રાઠવાને તાજેતરમાં થયેલા પિતૃ શોક અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા સદગતને હાર્દિક અંજલિ આપી હતી અને પરિવારજનોને સાંત્વના સંવેદના પાઠવી હતી. તેમના પિતા હરિયાભાઈ રાઠવાનું તાજેતરમાં અવસાન થયું હતું.
આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત મહાનુભાવો તેમની સાથે જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


