Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

બોડેલી
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા છે. ત્યારે બોડેલીમા પણ મેઘ તારાજી સર્જાઈ હતી. ત્યારે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે બોડેલી પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. તેમજ પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી. બોડેલી પહોંચીને ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. જેના બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. તેઓ બોડેલીના દીવાન ફળિયા તથા વર્ધમાન ફળિયામાં પહોંચ્યા હતા. જ્યાં પૂરના પાણી સૌથી વધુ ભરાયા હતા. અહીં તેમણે પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમની મુશ્કેલી જાણી હતી. તો તેમને મદદ કરવાની બાંહેધરી આપી હતી. સાથે જ રઝા નગરના રહેવાસીઓને પણ મળીન તેમના હાલચાલ પહોંચ્યા હતા. એક મકાન પર ચઢ્યા હતા, અને મકાન માલિક સાથે વાતચીત કરી હતી. લોકોએ કેવી રીતે પૂરનો સામનો કર્યો તે માહિતી પણ તેમની પાસેથી મેળવી હતી. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ તેમની સાથે નિરીક્ષણમાં જાેડાયા હતા. મુખ્યમંત્રીએ ગામના સરપંચ સાથે પણ વાત કરીને કેવી રીતે પૂરના પાણી ગામમાઁ ફરી વળ્યા તે વિશે જાણ્યુ હતું. બોડેલીના આ વિસ્તારમાં ૧૨ ફૂટ પાણી આખા ગામમાં છવાયા હતા. પૂરના પાણીમાં લોકો માંડ જીવ બચાવીને ભાગ્યા હતા. ગામ પાસે આવેલી વરસાદી કાંસનુ પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ હતુ. આ જ કાંસ ગામમાં પૂરનુ કારણ બની હતી. તેથી સ્થાનિકોએ મુખ્યમંત્રીને અહી ચેકડેમ બનાવવા પણ રજૂઆત કરી હતી.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *